યુરોપમાં આવેલા વાવાઝોડા બોરિસના કારણે ભારે વરસાદ થયો હોવાના અહેવાલ છે. જેને કારણે આવેલા પૂરમાં આઠ લોકોના મોત થયા છે. રોમાનિયામાં પૂરના કારણે છ લોકોના મોત થયા છે જ્યારે ઓસ્ટ્રિયામાં અગ્નિશામક દળના એક કર્મચારીનું મૃત્યુ થયું હતું. પોલેન્ડમાં પણ એક વ્યક્તિનું ડૂબી જતાં મોત થયું હતું.
હવામાન વિભાગે આજે વરસાદ અને ભારે પવનની શક્યતા વ્યક્ત કરી છે. ચીનના શાંઘાઈમાં પણ વાવાઝોડા બેબિન્કાના કારણે ભારે પવન અને વરસાદ થયો હતો. જેને કારણે વિમાન સેવા સહિત ધોરી માર્ગો બંધ કરવામાં આવ્યા હતા અને દરિયાકાંઠાના રહેવાસીઓને સ્થળાંતરીત કરાયા હતા.
Site Admin | સપ્ટેમ્બર 16, 2024 2:41 પી એમ(PM) | યુરોપ | વાવાઝોડા બોરિસ