યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આજે દેશભરમાં નેશનલ ડિફેન્સ એકેડેમી, નેવેલ એકેડેમી પરીક્ષા અને કમ્બાઈન્ડ ડીફેન્સ સર્વિસ પરીક્ષા લેવામાં આવી રહી છે.
રાજકોટના ત્રણ પરીક્ષા કેન્દ્રો પર અંદાજે 831 ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા છે. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી પરીક્ષા શરૂ કરવામાં આવી હતી. જેમાં ઉમેદવારોની ઝિણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. સદગુરુ મહિલા કોલેજ, આઈ. પી. મિશન અને કે.એન. કણસાગરા કોલેજમાં આ પરીક્ષા લેવાઇ રહી છે. આ સાથે જ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવીની સાથે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Site Admin | સપ્ટેમ્બર 1, 2024 3:57 પી એમ(PM) | યુનિયન પબ્લિક સર્વિસ કમિશન
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આજે દેશભરમાં નેશનલ ડિફેન્સ એકેડેમી, નેવેલ એકેડેમી પરીક્ષા અને કમ્બાઈન્ડ ડીફેન્સ સર્વિસ પરીક્ષા લેવામાં આવી રહી છે.