ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 20, 2024 1:51 પી એમ(PM)

printer

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-UPSCના અધ્યક્ષ મનોજ સોનીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-યુપીએસસીના અધ્યક્ષ મનોજ સોનીએ, તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનો કાર્યકાળ 2029માં પૂરો થવાનો હતો. તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે.

2017 થી આયોગના સભ્ય તરીકે સેવા આપ્યા પછી સોનીએ 16 મે, 2023 ના રોજ અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. અધ્યક્ષનો કાર્યકાળ છ વર્ષનો હોય છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને મોકલી આપ્યું છે. મનોજ સોની આયોગમાં જોડાયા તે પહેલાં બે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ રહી ચૂક્યા છે.
કેન્દ્ર સરકારની વિવિધ પરીક્ષાઓ યોજવામાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં સિવિલ સર્વિસ પરીક્ષાઓનો પણ સમાવેશ થાય છે. આયોગ સામાન્ય રીતે આઈએએસ, આઈએફએસ, આઈપીએસ અને કેન્દ્રીય સેવાઓમાં પ્રતિષ્ઠિત પદો માટે ઉમેદવારોની ભલામણ કરે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ