યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (COP29)ની 29મી પરિષદ અઝર બૈજાનના બાકુમાં આવતી કાલથી 22 નવેમ્બર સુધી યોજાશે.આ પરિષદમાં નાણા-ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિમંડળ ભાગ લેશે.
આ પરિષદમાં ગ્લોબલ વોર્મિંગને આબોહવા પરિવર્તન દ્વારા મહત્વાકાંક્ષી ઉત્સર્જન ઘટાડવા લક્ષ્યાંકો અને મજબૂત ક્લાયમેટ માટે વૈશ્વિક પ્રયાસોને વેગ આપવા ૨૦૦ થી વધુ દેશો વિચાર વિમર્શ કરશે. ગુજરાતે પુનઃપ્રાપ્ય ઉર્જા પહેલને પ્રોત્સાહન આપવા, સ્વચ્છ ટેકનોલોજીમાં રોકાણને પ્રોત્સાહન આપવા અને આબોહવા સ્થિતિ સ્થાપકતા માટે નવીન ઉકેલોને આગળ વધારવાના નવીન પ્રયાસોની ભૂમિકાને પ્રકાશિત કરાશે.