રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે શાંતિ સંવાદ અંગે ભારત, બ્રાઝિલ અને ચીન મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે તેમ જણાવ્યું છે. પૂર્વીય આર્થિક મંચના સંપૂર્ણ સત્રમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે ભારત, બ્રાઝિલ અને ચીન યુક્રેનની સ્થિતિ સુધારવાના પ્રયાસો કરી રહ્યા છે અને તેઓ આ ત્રણેય દેશ સાથે સતત સંપર્કમાં છે.
શ્રી પુતિનનું આ નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરની રશિયા અને યુક્રેનની મુલાકાત બાદ આવ્યું છે. શ્રી મોદીએ તેમની મુલાકાતો દરમિયાન શાંતિના સમર્થક તરીકે ભારતનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કર્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 3:29 પી એમ(PM) | રશિયા | વ્લાદિમીર પુતિન
યુક્રેન સાથે શાંતિ સંવાદ અંગે ભારત, બ્રાઝિલ અને ચીન મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે :રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન
