ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 18, 2025 7:05 પી એમ(PM) | યુક્રેન

printer

યુક્રેન યુદ્ધનો અંત લાવવાના ઉદ્દેશ્યથી આજે સાઉદી અરેબિયાના રિયાધમાં અમેરિકા અને રશિયા વચ્ચે સંવાદ થયો

યુક્રેન યુદ્ધનો અંત લાવવાના ઉદ્દેશ્યથી આજે સાઉદી અરેબિયાના રિયાધમાં અમેરિકા અને રશિયા વચ્ચે સંવાદ થયો. રશિયાના વિદેશ મંત્રી  સેરગેઈ લવરોવ અને પુતિનના વરિષ્ઠ સહાયક યુરીઉષાકોવે યુએસ વિદેશ સચિવ, માર્કો રુબિયો, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વોલ્ટ્ઝ અને પશ્ચિમ એશિયાના રાજદૂત સ્ટીવ વિટકોફ સાથે ચર્ચા કરી હતી. આ વાટાઘાટોનો હેતુ યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે સંભવિત શાંતિ કરાર પર પ્રથમ આદાનપ્રદાનનો માર્ગ મોકળો કરવાનો છે. જોકે, યુક્રેન અને યુરોપિયન નેતાઓને વાટાઘાટોમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું છે કે યુક્રેન પોતાની ભાગીદારી વિના કોઈ પણ મૂડે સંમત થઈ શકે નહીં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ