યુક્રેનમાં સરકારમાં ફેરફાર થતાં પહેલાં જ મંત્રીમંડળના સભ્યો સહિત છ અધિકારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. માધ્યમોના જણાવ્યા મુજબ, ગઈકાલે વ્યૂહાત્મક ઉદ્યોગ મંત્રી એલેક્ઝાન્ડર કેમિશિન, ન્યાય મંત્રી ડેનિસ માલિઉસ્કા, પર્યાવરણ સંરક્ષણ મંત્રી રૂસ્લાન સ્ટ્રાઈકલેટ્સ, નાયબ પ્રધાનમંત્રી ઑલ્હા સ્ટેફનિશ્યના અને ઇરિના વેરેશચૂક તેમ જ યુક્રેનના સેટ પ્રૉપર્ટી ફંડના પ્રમુખ વિતાલી કૉવલે રાજીનામું આપ્યું છે.
રાષ્ટ્રપ્રમુખના સૌથી વરિષ્ઠ સહયોગીઓમાંથી એક રોસ્ટીસ્લાવ શૂરમાને પણ રાષ્ટ્રપ્રમુખના આદેશ મુજબ બરતરફ કરવામાં આવ્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 2:22 પી એમ(PM)