યુક્રેનમાં કાયમી શાંતિ લાવવામાં મદદ કરવા માટે જર્મનીના મ્યુનિકમાં ગ્રુપ ઓફ સેવન-G7 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઇ. આ બેઠકમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સ ઉપરાંત યુરોપિયન યુનિયનના બનેલા G7 મંત્રીઓએ શાંતિ માટે સાથે મળીને કામ કરવાનું વચન આપ્યું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પદ સંભાળ્યા પછી આ પ્રથમ G7 વિદેશ મંત્રીઓની બેઠક હતી. યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહા પણ બેઠકમાં જોડાયા હતા.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 8:14 પી એમ(PM)
યુક્રેનમાં કાયમી શાંતિ લાવવામાં મદદ કરવા માટે જર્મનીના મ્યુનિકમાં ગ્રુપ ઓફ સેવન-G7 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઇ
