યુક્રેનની રાજધાની કીવમાં હવાઈ હુમલાની આશંકાને જોતાં અમેરિકાના રાજદૂતભવન બંધ કરાયું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, યુક્રેનની રાજધાનીમાં રાજદૂતભવન પર આજે એક સંભવિત હવાઈ હુમલાના સમાચાર મળ્યા હતા. સાવચેતીના ભાગરૂપે રાજદૂતભવનને બંધ કરાયું છે અને અમેરિકાના નાગરિકોને હવાઈ ચેતવણીની સ્થિતિમાં તાત્કાલિક સલામત સ્થળ પર જવા તૈયાર રહેવા સલાહ આપવામાં આવી છે.
Site Admin | નવેમ્બર 20, 2024 7:41 પી એમ(PM)