યુક્રેનની રાજધાની કિવ પર ગઈકાલેરાત્રે રશિયન હવાઈ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા છે. યુક્રેનિયન અધિકારીઓએ કહ્યુંછે કે હુમલામાં એક મેટ્રો સ્ટેશન અને પાણીની પાઇપ લાઇનને પણ નુકસાન થયું છે. તેમણેકહ્યું કે રશિયન સૈન્યએ પહેલા ડ્રોનથી અને પછી બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો.યુક્રેનિયન સૈન્યએ અહેવાલ આપ્યો છે કે તેણે રશિયા દ્વારા છોડવામાં આવેલા 39 ડ્રોનમાંથી 24 અને ચારમાંથી બે મિસાઇલોનો નાશ કર્યોછે. રશિયાએ દક્ષિણપૂર્વીય શહેર ઝાપોરિઝ્ઝિયા પર પણ હુમલો કર્યો હતો આ હુમલામાં દસ લોકો ઘાયલ થયા છે અને એક ઔદ્યોગિક સંસ્થાને નુકસાન થયુંછે. જોકે, રશિયાએ આ અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી.
Site Admin | જાન્યુઆરી 18, 2025 6:40 પી એમ(PM)