યુકેમાં ત્રણ મોટા ટીવી નેટવર્ક્સ દ્વારા જાહેર કરાવામાં આવેલા એક્ઝિટ પોલમાં કેઇર સ્ટારમરની આગેવાની હેઠળની લેબર પાર્ટી વિજયી બને તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.
જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીની હાર થાય તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. એક્ઝિટ પોલે લેબર પાર્ટીને 209ના ફાયદા સાથે 410 બેઠકો મળે તેવો અંદાજ લગાવ્યો છે.. ગઈકાલે હાઉસ ઓફ કોમન્સની ચૂંટણી યોજાઇ હતી.
650 સભ્યોના ગૃહમાં બહુમતી માટે માત્ર 326 બેઠકોની જરૂર છે. એક્ઝિટ પોલમાં વડા પ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને 131 બેઠકો જીતવાનુ અનુમાન કરવામાં આવ્યું છે. એક્ઝિટ પોલ અનુસાર, કન્ઝર્વેટિવના એક સમયના સાથી લિબરલ ડેમોક્રેટ્સ 61 સાથે બીજા સ્થાને રહેશે. ફુગાવો, કથળેલી આરોગ્ય સેવા જેવા મુદ્દાને કારણે શાસક પક્ષની હાર થાય તેવુ અનુમાન જાહેર કરાયું છે..
Site Admin | જુલાઇ 5, 2024 10:16 એ એમ (AM) | newsupdate | topnews