યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડઓસ્ટિને 9/11 હુમલાના માસ્ટરમાઇન્ડ આરોપી અનેઅન્ય બે પ્રતિવાદીઓ માટેની આજીવન કેદ કરવાની સમજૂતી માટેની અરજીને રદ કરી છે.મીડિયા અહેવાલો અનુસાર, આ પગલું ક્યુબાના ગ્વાન્ટાનામોખાડી ખાતેના લશ્કરી કમિશને જાહેરાત કર્યાના બે દિવસ પછી આવ્યું છે.. આ હુમલાનાઆરોપી ખાલિદ શેખ મોહમ્મદ અને હુમલામાં બે સહઆરોપીઓ , વાલિદ બિન અતાશ અને મુસ્તફાઅલ-હવસાવી સાથે આજીવન કેદની સજાની અરજી કરવા અંગે સમજૂતી કરવામાં આવી હતી..યુએસ સત્તાવાળાઓએ અલ-કાયદાનાહુમલામાં માર્યા ગયેલા લગભગ 3,000 લોકોના પરિવારોને પત્રો મોકલ્યાહતા, જેમાં કહેવામાં આવ્યું હતું કેત્રણેય આરોપીઓને કરાર મુજબ આજીવન કેદની સજા થશે. હુમલાના પીડિતોના કેટલાક પરિવારોએઆ સમજૂતીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આરોપીઓને મૃત્યુદંડથી ઓછી સજા નકરવા અંગેની સમજૂતી યોગ્ય નથી.. આરોપી માસ્ટરમાઇન્ડ મોહમ્મદ અનેઅન્ય બે પ્રતિવાદીઓ આગામી સપ્તાહમાં સમજૂતી મુજબ ઔપચારિક રીતે તેમની અરજી દાખલ કરેતેવી અપેક્ષા રાખવામાં આવી હતી.
Site Admin | ઓગસ્ટ 3, 2024 7:58 પી એમ(PM)
યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડઓસ્ટિને 9/11 હુમલાના માસ્ટરમાઇન્ડ આરોપી અનેઅન્ય બે પ્રતિવાદીઓ માટેની આજીવન કેદ કરવાની સમજૂતી માટેની અરજીને રદ કરી છે
