રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોવાલે નવી દિલ્હીમાં તેમનાં અમેરિકન સમકક્ષ જેક સુલિવાન સાથે યુએસ-ઇન્ડિયા ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જીંગ ટેકનોલોજી (iCET)ની બીજી બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. ગઇ કાલે યોજાયેલી આ બેઠકમાં શ્રી દોવાલ અને શ્રી સુલિવાને વ્યૂહાત્મક ટેકનોલોજી ભાગીદારીનાં આગામી પ્રકરણ માટેની રૂપરેખા નક્કી કરી હતી.
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, બંને દેશોએ સહ-ઉત્પાદન, સહ-વિકાસ તથા સંશોધન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરીને અગ્રતા ધરાવતા મહત્વના અને ઊભરતા ટેકનોલોજી ક્ષેત્રોમાં સફળતા માટે કામ કરવાની પ્રતિબધ્ધતા પર ભાર મૂક્યો હતો. બંને દેશોએ અમેરિકા અને ભારતનાં લોકો તથા વિશ્વભરનાં ભાગીદારો માટે સલામત, વિશ્વાસપાત્ર અને કિફાયતી ટેકનોલોજી પૂરી પાડવાસમાન વિચારસરણી ધરાવતા રાષ્ટ્રો સાથે સંકલન વધારવાનો પણ નિર્ણય લીધો હતો.
Site Admin | જૂન 18, 2024 3:32 પી એમ(PM) | અજીત દોવાલ | ઇન્ડિયા | યુએસ | રાષ્ટ્રીય સલામતી સલાહકાર