યુએસ અર્થતંત્રમાં મંદી અને વિદેશી ભંડોળના મંદ પ્રવાહની આશંકા વચ્ચે ભારતીય શેરબજારમાં કડાકો થયો હતો. શેરબજાર ખુલતાની સાથે જ 2 હજાર 401 પોઈન્ટ ઘટીને 78,580 પર કારોબાર કરી રહ્યુ હતું.
વૈશ્વિક બજારોમાં ત્યાંના નબળા વલણોને પરિણામે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 490 પોઈન્ટ ઘટીને 24 હજાર 228 પર પહોંચ્યો હતો.રૂપિયો ડોલર સામે 8 પૈસા ઘટીને 83.80ની અત્યાર સુધીની નીચી સપાટીએ ગયો હતો.
Site Admin | ઓગસ્ટ 5, 2024 2:17 પી એમ(PM)