ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 14, 2025 9:46 એ એમ (AM)

printer

યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનુ વિશેષ મહત્વ છે. આ દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. એક અંદાજ મુજબ આજે દિવસભર અંદાજે 5 લાખથી વધુ ભાવિકો ઉમટશે, અને રાજાધિરાજના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવશે. ગુજરાતના ખુણે-ખુણેથી ડાકોર ખાતે ભક્તો ચાલીને પગપાળા આવે છે અને ઠાકોરજીના દર્શન કરે છે. મંદિરમાં ભજન કિર્તનની બરાબર રમઝટ જામે છે, આ સમયે ‘ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ’ આ એક જ નાદથી ડાકોરના દ્વાર ગૂંજી ઉઠે છે. આજે વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો ઉમટ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ