ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 18, 2024 8:05 એ એમ (AM) | યાત્રાધામો

printer

યાત્રાધામોમાં 857.14 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના કાર્યો હાથ ધરાશે.

રાજ્યના સોમનાથ, અંબાજી, દ્વારકા વગેરે જેવા મોટા અને મુખ્ય યાત્રાધામોની આસપાસ આવેલા નાના યાત્રાધામોનો 857.14 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરશે.જે અંતર્ગત 163 વિકાસકાર્યો થઇ રહ્યા છે, જેમાંથી 655 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 76 વિકાસકાર્યો વિવિધ તબક્કામાં પ્રગતિ હેઠળ છે.
ઉપરાંત,70.19 કરોડ રૂપિયાના ખર્ચે 57 કામો પૂર્ણ થયા છે. અને 52.08 કરોડ રૂપિયાના 24 કામો આયોજનના તબક્કામાં છે.79.10 કરોડ રૂપિયાના 6 કામોનો ચાલુ અંદાજપત્રમાં નવા કામ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
આ અંતર્ગત અંબાજી-બહુચરાજી યાત્રાધામોની આસપાસના યાત્રાધામોનો 216.51 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ થશે.જ્યારે પાવાગઢ અને આસપાસના યાત્રાધામો ખાતે 187.49 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરાશે.આ ઉપરાંત પોરબંદર, કચ્છ, દ્વારકા, સિદ્ધપુર ખાતે 318.13 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો હાથ ધરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ