ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા યમુનોત્રી ધામના કપાટ આ મહિનાની 30મી તારીખે અક્ષય તૃતિયા પર ભક્તો માટે ખોલવામાં આવશે. આજે યમુના જયંતીના અવસરે ખરસાલીના મંદિરના પૂજારીઓએ ધામના મંદિર ખોલવાની તારીખની જાહેરાત કરી હતી. યમુનોત્રી મંદિર સમિતિના સચિવ સુનીલ ઉનિયાલે જણાવ્યું હતું કે, 30 એપ્રિલના રોજ માયમુનાની ડોલી પરંપરાગત સંગીતનાં સાધનો સાથે ખરસાલી ગામમાં શિયાળુ રોકાણથી સવારે 8.28 વાગ્યે યમુનોત્રી ધામ માટે રવાના થશે. તે જ દિવસે ગંગોત્રીના મંદિરો, 2 મેના રોજ કેદારનાથ ધામ અને 4 મેના રોજ બદ્રીનાથ ધામ ભક્તો માટે ખોલવામાં આવશે.
Site Admin | એપ્રિલ 3, 2025 7:45 પી એમ(PM)
યમુનોત્રી ધામના કપાટ આ મહિનાની 30મી તારીખે અક્ષય તૃતિયા પર ખોલવામાં આવશે
