યમનમાં ભારતના નવનિયુક્ત બિન-નિવાસી રાજદૂત ડૉ. સુહેલ એજાઝ ખાને યમનના વિદેશ બાબતોના મંત્રી ડૉ. શયા મોહસિન ઝિંદાનીને તેમના ઓળખપત્રોની નકલ રજૂ કરી છે. ગઈકાલે સાંજે યોજાયેલી બેઠક દરમિયાન રાજદૂત ખાન અને વિદેશ મંત્રી ઝિંદાનીએ ભારત-યમન સંબંધો અને પરસ્પર હિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેઓ હાલમાં સાઉદી અરેબિયામાં ભારતના રાજદૂત તરીકે સેવા આપે છે.
યમનમાં રાજકીય અને સુરક્ષાની સ્થિતિને કારણે 2015 થી સનામાં ભારતીય દૂતાવાસ અસ્થાયી રૂપે જીબુટીની એક કેમ્પ ઓફિસથી કાર્યરત છે.
Site Admin | ઓગસ્ટ 14, 2024 2:49 પી એમ(PM)
યમનમાં ભારતના નવનિયુક્ત બિન-નિવાસી રાજદૂત ડૉ. સુહેલ એજાઝ ખાને યમનના વિદેશ બાબતોના મંત્રી ડૉ. શયા મોહસિન ઝિંદાનીને તેમના ઓળખપત્રોની નકલ રજૂ કરી છે
