ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 31, 2025 3:11 પી એમ(PM) | રાજકોટ

printer

મ્યુ કમિશનર તુષાર સુમેરાએ રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025- 26નું 3112 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું

મ્યુ કમિશનર તુષાર સુમેરાએ રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025- 26નું 3112 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. તેમણે 150 કરોડ રૂપિયાનો વધારાનો વેરો વસુલવાનું સૂચન કર્યું છે. રાજકોટ ટી આર પી ગેમ ઝોન બાદ મનપાએ રાજ્યમાં પ્રથમ વખત ફાયર ટેક્ષ વસૂલવાનું સૂચન કર્યું છે. આ ઉપરાંત, ડોર ટુ ડોર કચરાનાં કલેક્શન પર ટેકસમાં વધારો કરવાની દરખાસ્ત છે.
કાર્પેટ એરિયા ટેકસમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. મિલકત વેરામાં પણ બોજો આવશે. બજેટમાં 700 કરોડ રૂપિયાથી વધુની જમીન વેચાણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. 30 હેક્ટર જમીનમાં નિર્માણ પામી રહેલા એશિયાટિક લાયન સફારી પાર્ક માટે આશરે 36 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. રહેણાંક માટે વાર્ષિક ચાર્જ રૂપિયા 365 રૂપિયાથી વધારીને 1460 રૂપિયા અને બિન રહેણાંક માટે વાર્ષિક રૂપિયા 1460 માંથી 2920 રૂપિયા વસુલવાનું સૂચન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, રાજકોટના કુવાડવા રોડ, ગોંડલ રોડ અને જામનગર રોડ પર સૌંદર્યીકરણનાં ભાગરૂપે પ્રવેશદ્વાર બનાવવામાં આવશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ