મ્યાનમાર વસ્તીના સચોટ આંકડા મેળવવા માટે વ્યાપક વસ્તી અને આવાસની વસ્તી ગણતરી કરશે.
મ્યાનમારની સ્ટેટ એડમિનિસ્ટ્રેશન કાઉન્સિલ (એસએસી)ના અધ્યક્ષ સિનિયર જનરલ મીન આંગ હલાઈંગે કહ્યું કે, વસ્તી ગણતરી દેશના વર્તમાન અને ભવિષ્યના વિકાસમાં ફાળો આપશે. 2024ની વસ્તી અને ઘરગથ્થુ વસ્તી ગણતરીની બાબતમાં આપેલા ભાષણમાં, તેમણે જનતાને વસ્તી ગણતરીના તમામ પ્રશ્નોના સચોટ જવાબો આપવા વિનંતી કરી. તેમણે ઉમેર્યું હતું કે, એકત્રિત કરવાથી મેળવેલ માહિતી સંચાલન અને વહીવટી ક્ષેત્રો માટે જરૂરી છે. આગામી રાષ્ટ્રવ્યાપી વસ્તી અને આવાસ વસ્તી ગણતરી, જે દર દસ વર્ષે એક વખત હાથ ધરવામાં આવે છે, તે 1 થી 15 ઓક્ટોબર દરમિયાન સુનિશ્ચિત કરવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 1, 2024 8:25 પી એમ(PM) | મ્યાનમાર
મ્યાનમાર વસ્તીના સચોટ આંકડા મેળવવા માટે વ્યાપક વસ્તી અને આવાસની વસ્તી ગણતરી કરશે.
