મ્યાનમારમાં આવેલા 7.7 ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 3 હજાર 645 થઈ ગયો છે. ભૂકંપમાં 5 હજાર 17 લોકો ઘાયલ થયા છે અને 148 હજુ પણ લાપતા છે.મ્યાનમાર સરકારના હવામાનશાસ્ત્ર અને જળવિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર, 28 માર્ચે આવેલા ભૂકંપ પછી, અત્યાર સુધીમાં 98થી વધુ આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા 2.8 થી 7.5 ની વચ્ચે હતી. ભૂકંપથી મ્યાનમારના સાગાઈંગ, મંડલે અને મેગવેમાં 80 ટકાથી વધુ ઘરોને નુકસાન થયું છે.સંયુક્ત રાષ્ટ્ર માનવતાવાદી બાબતોના સંકલન કાર્યાલયે જણાવ્યું છે કે, દેશમાં પાંચ લાખથી વધુ લોકોને આરોગ્ય સહાયની જરૂર છે. દરમિયાન, ભારત, યુરોપિયન યુનિયન, અમેરિકા, સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા રાહત સામગ્રી અને ટીમો મોકલાઈ રહી છે. ભારતે ઓપરેશન બ્રહ્મા અંતર્ગત, મ્યાનમારમાં મોટી માત્રામાં તબીબી અને રાહત સામગ્રી મોકલી છે.
Site Admin | એપ્રિલ 9, 2025 9:17 એ એમ (AM)
મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 3 હજાર 645 થયો.
