મૌની અમાસ નિમિત્તે મહાકુંભનું બીજું અમૃત સ્નાન ત્રિવેણી સંગમ ખાતે ચાલી રહયું છે, જેમાં કરોડો શ્રધ્ધાળુઓ ગંગામાં ડૂબકી લગાવી રહ્યા છે. આજે 6 વાગ્યા સુધીમાં 7 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું જ્યારે કુંભમેળો શરૂ થયો ત્યારથી 19 કરોડ 94 લાખ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું છે.
આજે વિવિધ અખાડાઓના સંતોએ ત્રિવેણી સંગમ ખાતે અમૃત સ્નાન કર્યું. આ પ્રસંગે સંતો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. અગાઉ સંગમ ઘાટ ખાતે ભીડ અને ધક્કામુક્કીની ઘટનાને પગલે અખાડાઓની સ્નાન વિધિ મુલતવી રાખવામાં આવી હતી.
રેલવે વહીવટીતંત્રએ શ્રધ્ધાળુઓ સગવડતા માટે આજે 190 વિશેષ ટ્રેનો દોડાવી હતી. ઉત્તર મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શશીકાંત ત્રિપાઠીએ જણાવ્યું કે, સ્નાન કર્યા બાદ શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામા રેલેવ સ્ટેશન પરત ફરી રહ્યા છે.
રેલ્વેએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી એ અફવાને નકારી કાઢી છે કે કેટલીક વિશેષ ટ્રેનો રદ કરવામાં આવી છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા, રેલવે બોર્ડના માહિતી અને પ્રચારના કાર્યકારી નિર્દેશક દિલીપ કુમારે આ અહેવાલોને સંપૂર્ણપણે પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 29, 2025 7:29 પી એમ(PM) | મહાકુંભ
મૌની અમાસ નિમિત્તે આજે અત્યાર સુધી આશરે 7 કરોડ શ્રધ્ધાળુઓએ ત્રિવેણી સંગમ ખાતે અમૃત સ્નાન કર્યું
