ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 17, 2025 7:41 પી એમ(PM) | મૌની અમાસ

printer

મૌની અમાસના દિવસે આઠ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે

મૌની અમાસના દિવસે આઠ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. સરકારે 29મી જાન્યુઆરીએ પ્રયાગરાજમાં યોજાનારા મૌની અમાસના અમૃત સ્નાન માટે તૈયારીઓ પૂર્ણ કરી રહી છે.
અમારા પ્રતિનિધિ જણાવે છે કે ,મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહ અને DGP પ્રશાંત કુમારે ગઈકાલે મહાકુંભ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે, ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા દરમિયાન, મુખ્ય સચિવ અને DGP એ જરૂરી માર્ગદર્શિકા પૂરી પાડી હતી. મુખ્ય સચિવે મેળાના વિસ્તાર સહિત તમામ સ્થળોએ પૂરતી સુરક્ષા પર અને તમામ પોલીસ કર્મચારીઓ સમયસર ફરજ પર હાજર રહેવા પર ભાર મૂક્યો હતો. ઉપરાંત , પાણી પુરવઠો, સ્વચ્છતા, જાહેર બાંધકામ, પરિવહન, રેલ્વે, ટેલિકોમ અને અન્ય ક્ષેત્રોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ