ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 29, 2025 1:55 પી એમ(PM) | પ્રયાગરાજ | મુખ્યમંત્રી

printer

મૌની અમાવાસ્યા નિમિત્તે મોટી સંખ્યામાં ઉમટેલા શ્રધ્ધાળુઓને નજીકના ઘાટ પર સ્નાન કરવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ યોગી આદિત્યનાથે અપીલ કરી

પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યા અમૃત સ્નાન ચાલી રહ્યું છે.તેના ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે,. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, શ્રી મોદીએ પરિસ્થિતિ વિશે પૂછપરછ કરવા માટે તેમની સાથે ઘણી વખત વાત કરી હતી. તેમણે કહ્યું કે, રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે અખાડા માર્ગ પર બેરિકેડ પાર કરતી વખતે કેટલાક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.તેમણે શ્રદ્ધાળુઓને નજીકના ઘાટમાં સ્નાન કરવા અપીલ કરી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્યમંત્રી અને ભાજપ પ્રમુખ જે પી નડ્ડા અને રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમની સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.યોગી આદિત્યનાથે કહ્યું કે, પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ છે અને લગભગ 8 થી 10 કરોડ શ્રદ્ધાળુઓ હાજર છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ