આવતીકાલે મૌની અમાવસ્યા છે. ત્યારે મહાકુંભમાં મૌની અમાવસ્યાને ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં હાજરી આપનારા શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ માટે વિશેષ આરોગ્ય સંભાળ વ્યવસ્થા કરવામાં આવી છે.અમારા પ્રતિનિધીના અહેવાલ મુજબ, પરેડ ગ્રાઉન્ડ ખાતેની સેન્ટ્રલ હોસ્પિટલ કોઈપણ આરોગ્ય કટોકટીનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.
આરોગ્ય વિભાગના કર્મચારીઓ કુંભમેળામાં સતત ખડેપગે છે.
જેને કારણે મહાકુંભમાં આવનારા કોઇપણ શ્રધ્ધાળુને આરોગ્યને લગતી કોઇ પણ સમસ્યા સર્જાય તો તેની તાત્કાલિક સારવાર કરી શકાય.
Site Admin | જાન્યુઆરી 28, 2025 9:20 એ એમ (AM) | મહાકુંભ
મૌની અમાવાસ્યાનેલઇને મહાકુંભમાં તંત્ર દ્વારા આરોગ્ય વિષયક સુવિધાઓ સુદ્રઢ બનાવવામાં આવી
