મોરબીમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનો આરંભ કરાયો હતો..
પરંપરાગત રમતોને પ્રોત્સાહિત કરવાના આશય સાથે મોરબીમાં જોધપર ખાતે કેબિનેટ મંત્રીએ ધારાસભ્ય દુર્લભજી દેથરીયા દ્વારા આયોજિત કબડ્ડી લીગ ટુર્નામેન્ટને શરૂ કરાવી હતી..
મંત્રીએ જણાવ્યું હતું કે, વિવિધ ભાતીગળ રમતો એ આપણી ભારતની પ્રાચીન પરંપરા રહી છે. કબડ્ડી જેવી જૂની રમતોમાં આપણા યુવાનો આગળ આવે તે માટેનો આ શ્રેષ્ઠ પ્રયાસ છે.
રાજ્યના યુવાનોને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત કબડ્ડી લીગ સાથે કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
Site Admin | ઓક્ટોબર 26, 2024 3:56 પી એમ(PM)