મોરબીમાં આજે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે મેરેથૉન અને સાઈક્લોથૉન યોજાઈ ગઈ, જેમાં મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, યુવાનો સહિત એક હજાર 500થી વધુ લોકોએ ભાગ લીધો હતો. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક, તબીબોએ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ તરફ જામનગરમાં 108 એમ્બુલન્સ ઇમરજન્સી ટીમે વિશ્વ હૃદય દિવસની ઉજવણી નિમિત્તે પોલીસ વિભાગ અને એસ. ટી. વિભાગના કર્મચારીઓની આરોગ્યની ચકાસણી કરી તેમને માર્ગદર્શન આપ્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 29, 2024 3:08 પી એમ(PM) | વિશ્વ હૃદય દિવસ