ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 18, 2024 6:53 પી એમ(PM)

printer

મોરબીના સિરામિક ઉદ્યોગના વેપારીઓના ફસાયેલા નાણા પરત અપાવવા આગામી સમયમાં વિશેષ અભિયાન હાથ ધરાશે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મોરબી સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓના ફસાયેલા નાણા પરત અપાવવા આગામી સમયમાં એક મહિનાનું વિશેષ અભિયાન હાથ ધરાશે. દરમિયાન વધારાના દળ સાથે ટુકડીઓને વિવિધ રાજ્યમાં તપાસ માટે મોકલવામાં આવશે.

ગાંધીનગરમાં “મોરબી જિલ્લા પોલીસ SIT: એક દૂરંદેશી પહેલ” શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે મોરબીમાં એક વર્ષ પહેલા વેપારીઓની રજૂઆતો અને ફરિયાદો બાદ SIT એટલે કે, વિશેષ તપાસ ટુકડીની રચના કરવામાં આવી હતી. વિવિધ રાજ્યના 408 એકમો વિરુદ્ધ 103 અરજીઓ મળતા SITએ વેપારીઓના ફસાયેલા 19 કરોડથી વધુ રૂપિયા તેમને પરત અપાવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ