ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 23, 2024 8:01 પી એમ(PM)

printer

મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ કર્યા છે

મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ કર્યા છે. દરમિયાન સરકારેવિવિધ યોજનાઓ અને પ્રયાસો દ્વારા મહિલાઓ ખાસ કરીને ગ્રામીણ અને આર્થિક રીતે વંચિતમહિલાઓને સશક્તિકરણ કરવાના હેતુથી શ્રેણીબદ્ધ યોજનાઓ સાથે વિકાસ માટે મજબૂત પાયોનાખ્યો છે.સરકારે મહિલાઓને સશક્ત કરવા અને રાષ્ટ્રીય વિકાસ માટેની તેમની ક્ષમતાનો ઉપયોગકરવા માટે પરિવર્તનકારી યોજનાઓ અમલમાં મૂકી છે. દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીયગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 90 લાખથી વધુ સ્વસહાયજૂથોમાં લગભગ 10 કરોડ મહિલાઓને એકત્ર કરવામાં આવી છે.લગભગ 11 લાખ નવી લખપતિ દીદીઓએ પ્રધાનમંત્રી પાસેથીપ્રમાણપત્રો મેળવ્યા. આ વર્ષના બજેટમાં નારી શક્તિને લાભ આપતી યોજનાઓ માટે ત્રણલાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. મહિલાઓ માટે ઘરની માલિકી અને સન્માનસુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડવધારાના મકાનોનું નિર્માણ કરવામાં આવશે.સરકારે 4 લાખ 30 હજાર સ્વસહાય જૂથો માટે 2500કરોડ રૂપિયાનું રિવોલ્વિંગ ફંડ પણ બહાર પાડ્યું, જેનાથી 48 લાખ મહિલાઓને ફાયદો થયો. નારી શક્તિનીઉજવણી કરતા, 2.35 લાખ સ્વસહાય જૂથોના 26લાખ સભ્યોને ટેકો આપવા માટે પાંચ હજાર કરોડ રૂપિયાની બેંક લોન બહારપાડવામાં આવી હતી.મહિલા ઉદ્યોગસાહસિકોના સશક્તિકરણ માટે મુદ્રા લોન મર્યાદા 10 લાખથી વધારીને 20લાખ રૂપિયા કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ