મોઢેરાના સૂર્યમંદિર ખાતે આવતીકાલથી 19 જાન્યુઆરી દરમિયાન ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૫ યોજાશે. આ મહોત્સવમાં ભરતનાટયમ, ઓડિસી, કુચીપૂડી, મોહિની અટ્ટમ, કથ્થક, કથકલી, મણિપુરી અને સતરીયા જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વવિખ્યાત કલાકારોની પ્રસ્તુતિ રજૂ કરાશે. ઉત્તરાયણના ઉત્સવ પછી સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિને ઉત્તરાર્ધ ઉત્સવ તરીકે ઉજવવાની પરંપરા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ- 1992થી ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
Site Admin | જાન્યુઆરી 17, 2025 3:24 પી એમ(PM) | મોઢેરા