મેડિકલ ક્ષેત્રનાં વ્યાવસાયિકોની સલામતી અને કાર્ય પરિસ્થિતિ માટે ભલામણો કરવા માટે સર્વોચ્ચ અદાલતા દ્વારા રચવામાં આવેલા રાષ્ટ્રીય કાર્યદળની પ્રથમ બેઠક આજે યોજાવાની છે. આ બેઠક નવી દિલ્હીમાં યોજાશે, જેનું અધ્યક્ષપદ ભારતના કેબિનેટ સચિવ કરશે. આ કાર્યદળનાં સભ્યોમાં કેન્દ્રીય ગૃહસચિવ, નેશનલ મેડિકલ કમિશનના ચેરપરસન સર્જન વાઇસ એડમિરલ આર સરિન, એઇમ્સના ડિરેક્ટર ડોક્ટર એમ શ્રીનિવાસ અને ન્યુરોલોજી વિભાગ, એઇમ્સના ભૂતપુર્વ પ્રોફેસર ડોક્ટર પદ્મા શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ, મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડનાં વડપણ હેઠળની બેન્ચે કોલકતાના આરજી કર હોસ્પિટલ ખાતે ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી દરમિયાન મેડિકલ વ્યાવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા રાષ્ટ્રીય કાર્યદળની રચના કરી હતી.
Site Admin | ઓગસ્ટ 27, 2024 10:24 એ એમ (AM)