કાઉન્સેલિંગ MBBS, BDS, BHMS, BAMS, જેવા મેડિકલ અભ્યાસક્રમો માટે લેવાયેલી નીટ-યુજી માટેનું કાઉન્સેલિંગ 14 ઓગસ્ટથી શરૂ થશે. નેશનલ મેડિકલ કાઉન્સિલના સચિવ બી શ્રીનિવાસે જણાવ્યું કે, કાઉન્સેલિંગની પ્રક્રિયા બે મહિના સુધી ચાલુ રહેશે. ચાર તબક્કામાં કાઉન્સેલિંગ યોજવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ઉપલબ્ધ ડેટા અનુસાર કાઉન્સેલિંગ કરવામાં આવશે. શ્રીનિવાસે જણાવ્યું કે, દેશભરની લગભગ 710 મેડિકલ કોલેજોમાં લગભગ 1 લાખ 10 હજાર MBBS બેઠકોની ફાળવણી માટે કાઉન્સેલિંગ થશે. આ ઉપરાંત,આયુષ અને નર્સિંગની બેઠકો અને BDSની 21 હજાર બેઠકો માટે પણ કાઉન્સેલિંગ કરવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 1, 2024 1:55 પી એમ(PM) | નીટ યુજી