ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 30, 2024 3:33 પી એમ(PM)

printer

મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ મજબૂત કરવા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય બિઝનેસ રિફોર્મ્સ એક્શન પ્લાન્સ- BRAP 2024 રજૂ કરશે

મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ મજબૂત કરવા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય બિઝનેસ રિફોર્મ્સ એક્શન પ્લાન્સ- BRAP 2024 રજૂ કરશે. એક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું છે કે, BRAP ને કારણે દેશભરમાં વેપાર અંગે સરળ નિયમનકારી માળખું સ્થાપવામાં મદદ મળશે, જે વેપાર ધંધાને સુગમ બનાવશે.
મંત્રાલયે ઉમેર્યું હતું કે, BRAP પ્રક્રિયાને સરળ બનાવશે, પૂર્તતાનો બોજ ઘટશે અને ડિજિટલ સોલ્યુશન્સ અમલી બનશે, જે મેક ઇન ઇન્ડિયાને પસંદગીનું વૈશ્વિક રોકાણ કેન્દ્ર બનાવશે. 2014-15માં BRAP શરૂ કરવામાં આવ્યો હતો અને તેણે દેશમાં વેપાર ઉદ્યોગને આકાર આપવામાં પરિવર્તનકારી બળ તરીકે કાર્ય કર્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ