ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મેક ઇન ઇન્ડિયા પહેલને કારણે ભારત ઉત્પાદન ક્ષેત્રનું મોટું કેન્દ્ર બની ગયું હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, મેક ઇન ઇન્ડિયા પહેલને કારણે ભારત ઉત્પાદન ક્ષેત્રનું મોટું કેન્દ્ર બની ગયું છે. તેમણે જણાવ્યું કે, ગરીબો, મધ્યમવર્ગ અને સુક્ષ્મ, મધ્યમ તથા લઘુ એકમો-MSMEને આ ઝૂંબેશથી મોટો લાભ થઈ રહ્યો છે.
આજે આકાશવાણી પર મન કી બાતની 114મી કડી રજૂ કરતા પ્રધાનમંત્રીએ મેક ઇન ઇન્ડિયાની સફળતા પર ભાર મૂકતા જણાવ્યું કે, આ ઝૂંબેશની સફળતામાં દેશનાં મોટા ઉદ્યોગો અને નાના દુકાનદારોનાં પ્રદાનનો પણ સમાવેશ થાય છે.તેનાથી નિકાસને વેગ મળ્યો છે અને સીધા વિદેશી રોકાણને પ્રોત્સાહન મળ્યું છે.
રોજગાર ક્ષેત્રનાં બદલાતા પરિમાણો પર નિર્દેશ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, નવા ક્ષેત્રોનાં ઉદય સાથે રોજગાર ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, પ્રતિભા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયે ‘ક્રિએટ્સ ઇન ઇન્ડિયા’ વિષયવસ્તુ હેઠળ 25 પડકારો શરૂ કર્યા છે.
બીજી ઓક્ટોબરે સ્વચ્છ ભારત મિશનને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ મિશનને સફળ ગણાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ‘વેસ્ટ ટુ વેલ્થ’ મંત્ર લોકપ્રિય બની રહ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ