મુસ્લિમ બિરાદરો આજે હઝરત મોહમ્મદ પયગંબરના જન્મદિવસ મિલાદ-ઉન-નબીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે. તેઓ એકબીજાને ઈદની શુભેછાઓ પાઠવીને જુલૂસ પણ કાઢી રહ્યા છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ મિલાદ-ઉન-નબીના અવસર પર લોકોને, ખાસ કરીને મુસ્લિમ સમુદાયને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના સંદેશમાં જણાવ્યું કે મોહમ્મદ પયગંબર દરેકને પ્રેમ અને ભાઈચારાની લાગણીઓને મજબૂત કરવા પ્રેરણા આપે છે અને સમાજમાં સમાનતા અને સંવાદિતા પર ભાર મૂકે છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લોકોને રોજિંદા જીવનમાં કરુણા, ન્યાય અને નમ્રતાના પયગંબર હઝરત મોહમ્મદના આદર્શોને યાદ રાખવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સૌહાર્દ અને એકતા હંમેશા પ્રવર્તે અને ચારે બાજુ આનંદ અને સમૃદ્ધિ રહે તેવી આશા વ્યક્ત કરી છે.
Site Admin | સપ્ટેમ્બર 16, 2024 2:46 પી એમ(PM) | મિલાદ-ઉન-નબી
મુસ્લિમ બિરાદરો દ્વારા આજે હઝરત મોહમ્મદ પયગંબરના જન્મદિવસ મિલાદ-ઉન-નબીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
