ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 9, 2025 7:42 પી એમ(PM) | મુન્દ્રા કસ્ટમ્સ

printer

મુન્દ્રા કસ્ટમ્સે નાર્કોટિક્સ દાણચોરી કેસમાં ડ્રગ્સ મોકલનાર રાજકોટના નિકાસકારના ભાગીદારની ધરપકડ કરી છે

મુન્દ્રા કસ્ટમ્સે નાર્કોટિક્સ દાણચોરી કેસમાં ડ્રગ્સ મોકલનાર રાજકોટના નિકાસકારના ભાગીદારની ધરપકડ કરી છે. મુદ્રા કસ્ટમ્સની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે, NDPS એક્ટ, 1985 હેઠળ આ ધરપકડ કરી છે. આફ્રિકન દેશોમાં ગેરકાયદે નશાકારક પદાર્થ મોકલવામાં સંડોવણીની ગુપ્ત માહિતીના આધારે, સ્પેશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હતી.
જુલાઈ 2024માં પશ્ચિમ આફ્રિકન દેશોમાં જતા બે કન્સાઇન્મેન્ટમાં 110 કરોડ રૂપિયાની કિંમતની પ્રતિબંધિત નશાકારક ગોળીઓ તેમજ અન્ય એક શિપમેન્ટમાં પણ 40 કરોડ રૂપિયાની કિંમતની નશાકારક ગોળીઓ જપ્ત કરવામાં આવી છે. આ તપાસમાં કલોલ સ્થિત એક વેરહાઉસમાંથી પણ કેટલોક મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ