મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ગુજરાત વડી અદાલતમાં આજે નવનિયુક્ત ન્યાયાધીશોને શપથગ્રહણ કરાવ્યા હતા.. ન્યાયાધીશ તરીકે નિમાયેલા સંજીવ જયેન્દ્ર ઠાકર, દીપ્તેન્દ્ર નારાયણ રાય અને મૌલિક જિતેન્દ્ર શેલતે શપથગ્રહણ કર્યા હતા.
ગુજરાત હાઇકોર્ટની ફર્સ્ટ કોર્ટમાં યોજાયેલા આ સમારોહમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશો, એડવોકેટ જનરલ સહિત વરિષ્ઠ વકીલો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા શ્રી સંજીવ જયેન્દ્ર ઠાકર, શ્રી દીપ્તેન્દ્ર નારાયણ રાય અને શ્રી મૌલિક જિતેન્દ્ર શેલતને ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
Site Admin | ઓક્ટોબર 10, 2024 7:21 પી એમ(PM) | સુનિતા અગ્રવાલ