ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 21, 2025 6:23 પી એમ(PM) | ન્યાયાધીશો

printer

મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળના સર્વોચ્ચ અદાલતના કોલેજિયમે મુંબઈ વડી અદાલતમાં ત્રણ વધારાના કાયમી ન્યાયાધીશોની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી

મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળના સર્વોચ્ચ અદાલતના કોલેજિયમે મુંબઈ વડી અદાલતમાં ત્રણ વધારાના કાયમી ન્યાયાધીશોની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ગઈકાલે યોજાયેલી બેઠકમાં, કોલેજિયમે કાયમી ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ શૈલેષ પ્રમોદ બ્રહ્મ, ફિરદોશ ફિરોઝ પૂનીવાલ અને જીતેન્દ્ર શાંતિલાલ જૈનના નામોને મંજૂરી આપી.મુંબઈ વડી અદાલતમાં એડિશનલ ન્યાયાધીશ જસ્ટિસ મંજુષા અજયદેશ પાંડેનો કાર્યકાળ એક વર્ષ વધારવાની પણ ભલામણ કરવામાં આવી છે. કોલેજિયમે મદ્રાસ વડી અદાલતમાં પાંચ વધારાના કાયમી ન્યાયાધીશોની નિમણૂક કરવાના પ્રસ્તાવને પણ મંજૂરીઆપી. જેમાં  જસ્ટિસ રામાસ્વામી શક્તિવેલ, પી ધનબલ, ચિન્નાસ્વામી કુમારપ્પન અનેકંડસામી રાજશેખરના નામનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ