મુખ્ય ચૂંટણી કમિશ્નરના અધ્યક્ષપદે હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના સામાન્ય, પોલીસ અને ખર્ચ નિરીક્ષકોની બેઠક આજે દિલ્હીમાં યોજાઇ ગઇ.
મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમાર અને ચૂંટણી કમિશ્નરો જ્ઞાનેશકુમાર અને સુખબીરસિંહ સંધુએ આ બેઠકમાં બંને રાજયોના નિરીક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું.
બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી રાજીવકુમારે નિરીક્ષકોને જણાવ્યું હતું કે, તેઓ ચૂંટણીપંચના પ્રતિનિધિઓ છે. અને તેમની કામગીરી વ્યવસાયિક સ્તરની હોવી જોઇએ. શ્રી રાજીવકુમારે કહ્યું કે, બંને રાજયોમાં વિધાનસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયિ રીતે યોજાશે.
આ બેઠકમાં ભારતીય વહીવટી, પોલીસ અને મહેસૂલ સેવાના 400થી વધુ અધિકારીઓએ ભાગ લીધો હતો.
Site Admin | ઓગસ્ટ 22, 2024 7:27 પી એમ(PM) | ચૂંટણી કમિશ્નર