જમ્મુ અને કાશ્મીરમાં આગામી મહિનાની 18મી તારીખથી ત્રણ તબક્કામાં અને હરિયાણામાં 1લી ઓક્ટોબરે એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મતગણતરી 4 ઓક્ટોબરે હાથ ધરાશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે નવી દિલ્હીમાં આ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન આવતામહિનાની 18મીએ, બીજા તબક્કાનું 25મીએ અને ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન 1લી ઓક્ટોબરે થશે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના 87 લાખથી વધુ મતદારો 90 સભ્યોની જમ્મુ-કાશ્મીર વિધાનસભાના નેતાઓના ભાવિનો નિર્ણય કરશે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે આ કેન્દ્રશાસિત પ્રદેશમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં મતદાતાઓ માટે 11 હજાર 800 થી વધુ મતદાન મથકો બનાવવામાં આવશે. તેમણે કહ્યું કેલોકસભા ચૂંટણી બાદ જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ બદલાઈ ગઈ છે અને લોકશાહી વધુ મજબૂત થઈરહી છે. શ્રી રાજીવ કુમારે જણાવ્યું હતું કે પંચે તાજેતરમાં જમ્મુ-કાશ્મીર અને હરિયાણાનીચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે મુલાકાત લીધી હતી અને લોકોમાં ઘણો ઉત્સાહજોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં જમ્મુ અને કાશ્મીરમાં મતદાનમથકો પર લાંબી કતારો એ વાતનો પુરાવો છે કે લોકો માત્ર પરિવર્તન જ ઈચ્છતા નથી પરંતુતે પરિવર્તનનો ભાગ બનીને પોતાનો અવાજ ઉઠાવવા પણ ઈચ્છે છે. ચૂંટણી કમિશનરે કહ્યું હતુંકે જમ્મુ અને કાશ્મીરના લોકોએ લોકસભા ચૂંટણીમાં બુલેટને બદલે બેલેટ પેપર પસંદકર્યું હતું. તેમણે કહ્યું કે લોકો પોતાનું ભાગ્ય જાતે લખવા માંગે છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બે કરોડથી વધુ મતદારો મતદાન કરી શકશે. 20 હજારથી વધુ મતદાનમથકો બનાવવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 16, 2024 7:27 પી એમ(PM) | ચૂંટણી