ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 5, 2024 7:13 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો દાંતીવાડાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો દાંતીવાડાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરશે.કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર આ બે દિવસીય રવી કૃષિ મહોત્સવમાં 12 સરદાર પટેલ કૃષિસંશોધન પુરસ્કાર અને શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ અર્પણ સહિત વિવિધ લાભોનું વિતરણ કરાશે.આ મહોત્સવ રાજ્યના246 તાલુકાઓમાં યોજાશે જેમાં અંદાજે 2 લાખ 50 હજારથી વધુ ખેડૂતો સહભાગી થશે. ખેડૂતોનેરવિ પાકો વિશે વૈજ્ઞાનિક માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજમળી રહે તે હેતુથી રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવશે.જે અંતર્ગતસુરતના ઓલપાડ ખાતે વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ આવતીકાલે રવિ કૃષિ મહોત્સવને ખૂલ્લો મૂકશે. ત્યારબાદ તેઓ બપોરે ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેશે. જ્યારે સુરત જિલ્લાના માંડવીખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ રવિ કૃષિ મહોત્સવને ખૂલ્લો મૂકશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ