મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોના સ્વ-સહાય જૂથ, સેલ્ફ હેલ્પ ગ્રુપની નારીશક્તિ સાથે આવતીકાલે “સખી સંવાદ” કરશે.ગાંધીનગરના મહાત્મા મંદિર માં આયોજિત આ કાર્યક્રમમાં ગ્રામીણ બહેનોના સામાજિક ઉત્થાનથી તેમનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
રાજ્યભરના ૨૮ હજારથી વધુ સ્વ-સહાય જૂથની સભ્ય એવી ગ્રામીણ નારીશક્તિને કુલ ૩૫૦ કરોડ રૂપિયાના લાભ વિતરણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ગ્રામીણ નારીશક્તિ સાથે પ્રત્યક્ષ વાતચીત પણ કરશે..
સખી સંવાદમાં સહભાગી થનારી ૩૩ જિલ્લાઓની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના સ્ટોલ્સ પણ આ “સખી સંવાદ” કાર્યક્રમ સ્થળે ઉભા કરાશે.
Site Admin | જુલાઇ 30, 2024 3:31 પી એમ(PM) | મુખ્યમંત્રી