મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે છે. તેઓ એક જ દિવસમાં ચાર જનસભાઓ સંબોધશે.
આ ઉપરાંત, તેઓ બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે સંવાદ કરશે. ત્યારબાદ તેઓ જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે. શ્રી પટેલ વર્સોવા, અંધેરી, ઘાટકોપર પૂર્વ સહિત અન્ય સ્થળોએ સભા સંબોધશે.
Site Admin | નવેમ્બર 16, 2024 4:27 પી એમ(PM) | મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે
