મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે. મુખ્યમંત્રી પ્રવાસ દરમિયાન એક જ દિવસમાં ચાર જનસભાઓને સંબોધન કરશે. આવતીકાલે સવારે 10 વાગ્યે તેઓ દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે “ચાય પે ચર્ચા”માં સહભાગી થઈને મુંબઈમાં તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે.
તેમના આ પ્રવાસ દરમિયાન બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે તેઓ વાર્તાલાપ કરશે. ત્યારબાદ તેઓ બપોરે જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ વર્સોવા, અંધેરી, ઘાટકોપર ઇસ્ટ સહિત અન્ય સ્થળોએ સભા સંબોધશે.
Site Admin | નવેમ્બર 15, 2024 7:05 પી એમ(PM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ