મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરમાં શાસ્ત્રીય સંગીતની બે પ્રતિભાઓનું તાના-રીરી એવોર્ડથી ગૌરવ સન્માન કર્યુ હતું. મહારાષ્ટ્રનાં વિદુષી પદ્મા સુરેશ તળવલકર અને અમદાવાદના ડૉક્ટર શ્રીમતી પ્રદિપ્તા ગાંગુલીને અઢી લાખની પુરસ્કાર રાશિ, તામ્રપત્ર તથા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
ગઇ કાલે તાના-રીરી મહોત્સવના આ બીજા દિવસે શશાંક સુબ્રમણ્યમનું બાંસુરીવાદન તથા પાર્થિવ ગોહિલ અને કલા વૃંદની લોકકલા રજૂ કરવામાં આવી હતી. સંસ્કાર ભારતી દ્વારા આજે તાનારીરી નૃત્ય નાટીકા પ્રસ્તુત કરાશે. સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના નૃત્ય સંયોજક ડોક્ટર સ્મૃતિ વાઘેલા તેમજ લોક સંગીતના કલાકારો કુલદીપ ગઢવી. મિત ગઢવી અને વિશ્વા કુંચાલા સહિતની ટીમ આ નૃત્ય નાટીકા રજુ કરશે.
દરમિયાન, મહેસાણા જિલ્લાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ ગઈકાલે વડનગર ખાતે નિર્માણાધીન પુરાતત્વ મ્યુઝીયમની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડનગરમાં બાળપણમાં જે શાળામાં શિક્ષણ મેળવ્યું હતુ તે સ્કૂલ પરિસરમાં નિર્માણ પામેલી પ્રેરણા સ્કૂલની પણ મુલાકાત લીધી હતી.
Site Admin | નવેમ્બર 12, 2024 3:27 પી એમ(PM)