મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે હિંમતનગરથી વિવિધ પાકની ટેકાનાં ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ હાજર રહ્યા હતા.રાજ્યભરમાં 160થી વધુ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાવામાં આવશે. વેચાણ માટે 3 લાખ 33 હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી 1356 રૂપિયા 60 પૈસા પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે.
અ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અનેક નિર્ણયો લીધા છે. અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધી અંકિત ચૌહાણ જણાવે છે કે, અરવલ્લી જિલ્લાના છ કેન્દ્રો ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ છે. ચાલુ વર્ષે એક ખેડૂત પાસેથી બે હેક્ટરે 200 મણ મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી છે. અગાઉ બે હેક્ટરે 125 મણની ખરીદી થતી હતી. ખુલ્લા બજારમાં મગફળીનો ભાવ અંદાજે, અગિયાર સો રૂપિયે પ્રતિ મણ છે, જેની સામે ટેકાનો ભાવ 1356 રૂપિયા છે. જેને લઈને ખેડૂતોમાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
Site Admin | નવેમ્બર 11, 2024 2:54 પી એમ(PM)