મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલી જિલ્લાની મુલાકાત લેશે.
મુખ્યમંત્રી સાવરકુંડલા ખાતે 122 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે તથા સાવરકુંડલા ખાતે વિવિધ ધાર્મિક સ્થળો અને હૉસ્પિટલની મુલાકાત લેશે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ચાડીયા મુકામે જળસિંચન માતૃ વંદના કાર્યક્રમ યોજાશે
સાવરકુંડલા ખાતે તેઓ સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારના 103 કરોડ 85 લાખ કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના 4 કરોડ 9 લાખ રૂપિયાના લોકાર્પણ અને 13 કરોડ 47 લાખ રૂપિયાના ખાતમહૂર્ત કરશે. જેમાં ભૂગર્ભ ગટરના કામો, નાવલી રિવરફ્રન્ટ યોજના, વિવિધ માર્ગોના રૂપાંતરણ – લોકાર્પણ, બ્લોક પેવીંગ, પાઇપ ડિસ્ટ્રીબ્યુશન સહિતના વિવિધ કામોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત મુખ્યમંત્રી સાવરકુંડલાના અમૃતવેલ ખોડીયાર મંદીર, માનવ મંદીર, શિવ દરબાર આશ્રમ તથા લલ્લુભાઈ શેઠ હોસ્પિટલની મુલાકાત કરશે. મુખ્યમંત્રીના હસ્તે એ.પી.એમ.સી. સાવરકુંડલા ખાતે પૂર્વ ધારાસભ્ય ભગવાન બાપા કસવાલાની પ્રતિમાનું અનાવરણ કરશે તથા એ.પી.એમ.સી. ખાતે મુખ્યમંત્રીનો અભિવાદન સમારોહ યોજાશે.
Site Admin | નવેમ્બર 5, 2024 9:57 એ એમ (AM) | મુખ્યમંત્રી