સાપુતારામાં આવતીકાલથી મોન્સૂન ફેસ્ટિવલ મેઘ મલ્હારનો પ્રારંભ થશે. એક મહિના સુધી ચાલનારા આ કાર્યક્રમનો આરંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે..સાપુતારાના વિખ્યાત અને સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવા સર્પગંગા તળાવ પાસે વિશાળ આરપાર દેખાય તેવો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.. વરસતા વરસાદનો આંનદ માણતા ડોમમાં બેસીને પ્રવાસીઓ કાર્યક્રમને નિહાળી શકશે.. આ કાર્યક્રમ અંતર્ગત ગિરિમથક ખાતે આવતા પ્રવાસીઓ એક મહિના સુધી વિવિધ સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ માણી શકશે..આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા ડાંગ જિલ્લાના અન્ય પ્રવાસન સ્થળોએ વિકાસ કામોના ખાતમુહુર્ત તથા લોકાર્પણ હાથ ધરવામાં આવશે
Site Admin | જુલાઇ 28, 2024 7:27 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ડાંગના સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ – મેઘ મલ્હાર પર્વનો પ્રારંભ કરાવશે
