મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 8 શહેરો તથા ભરૂચ-અંકલેશ્વર, શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટીપી વિસ્તારના જમીન ધારકોને હાલ ભરવા પડતા પ્રિમીયમમાં રાહત આપતો નિર્ણય કર્યો છે.
આ નિર્ણયથી હવે નોન ટીપી વિસ્તારના જમીનધારકોને કપાતમાં જતી જમીન પર જે પ્રીમીયમ ભરવું પડતું હતું તેમાંથી મુક્તિ મળશે, અને માત્ર તેમની પાસે રહેનારા 40 ટકા કપાતના ધોરણો પછીના સુચિત પ્લોટના અંતિમ ખંડના ક્ષેત્રફળ જેટલા જ વિસ્તારનું પ્રીમીયમ ભરવાનું રહેશે.
હવે નોન ટીપી વિસ્તારમાં 40 ટકા કપાતની જમીનના ભરવાના થતા મહેસૂલી પ્રીમીયમની રકમમાંથી મુક્તિ મળતા હવે બાંધકામક્ષેત્રે પ્રોપર્ટીની કિંમતમાં ઘટાડો થશે, જેનો સીધો લાભ મધ્યમ વર્ગીય પરિવારોને મળશે.
Site Admin | ઓક્ટોબર 26, 2024 7:23 પી એમ(PM)