મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે યોજાશે.આ માટે સામાન્ય નાગરિકો અને અરજદારો તેમની રજૂઆતો આવતીકાલે સવારે સાડા આઠથી સાડા અગિયાર વાગ્યા સુધીમાં મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રીશ્રી આવતીકાલે બપોરે જનસંપર્ક કાર્યાલયમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે.
Site Admin | ઓક્ટોબર 23, 2024 8:45 એ એમ (AM)